Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

આ છે અનોખા પથ્થર:ભાગ્યને ચમકાવી દેતા હોવાનું લોકોનું માનવું

નવી દિલ્હી:  પૃથ્વી પરની અનેક પ્રાકૃતિક ઘટનાઓના રહસ્ય હજી પણ ખૂલ્યા નથી. આજે પણ અનેક જગ્યાઓ એવી છે જેનુ રહસ્ય કોઈ જાણતુ નથી. આ જગ્યાઓ પર રહસ્યમયી ઘટનાઓ બનતી રહે છે. વિજ્ઞાન પણ આ રહસ્ય ખોલવા સક્ષમ નથી. ચીનની એક જગ્યા પણ આવા જ રહસ્યોથી ભરેલી છે. અહીં એક એવો પર્વત છે, જે અનેક વર્ષોથી ઈંડાનું સર્જન કરે છે.

વૈજ્ઞાનિકો પણ આ પાછળનું કારણ જાણી શક્યા નથી. પરંતુ કહેવાય છે કે, આ પર્વત પરના ઈંડા જે પણ મેળવે છે તેનુ નસીબ ચમકી જાય છે. તેને પામવા માટે લોકો ગમે તે હદે જવા તૈયાર થાય છે. તેમનુ માનવુ છે કે આ ઈંડા તેમના માટે શુભ સંકેત બનીને આવે છે. તમે મરઘીને ઈંડા આપતા સાંભળ્યુ હશે, તો પૃથ્વી પરના અનેક જીવ ઈંડા આપે છે, પરંતુ 'ધ મેટ્રો' માં પબ્લિશ રિપોર્ટ અનુસાર, ચીનનો એક પર્વત ઈંડા આપે છે. આ પર્વતમાં 30 વર્ષ સુધી ઈંડા બનતા રહે છે. ત્રીસ વર્ષ બાદ આ ઈંડા પર્વતની પરતમાંથી બહાર આવવા લાગે છે. આ પર્વતની ઊંચાઈ 19 ફીટ અને લંબાઈ 65 ફીટ છે. આ એક અદભૂત અને અકલ્પનીય ઘટના છે, જેને જોવા માટે આખા ચીનથી લોકો આપે છે અને પ્રાર્થના કરે છે કે આ ઈંડા તેમને મળે. ચીનની માન્યતા છે કે, જે પણ આ પત્થર ચોરે છે, તેનુ ભાગ્ય ચમકી જાય છે. આ પહાડી જ્યાં આવેલી છે તે ગામનુ નામ ગુલુ (Gulu Village) છે. તેની પાસે એક ગુફા બનેલી છે. અહીંના લોકોનુ કહેવુ છે કે, તેઓએ પૂર્વજો પાસેથી સાંભળ્યુ હતું કે જેની પાસે આ પત્થર આવે છે તેના માટે ભાગ્યની વાત કહેવાય. તેથી લોકો તેને સાથે લઈ જાય છે. અહીં 70 ઈંડા બચ્યા છે. જેને અત્યાર સુધી સુરક્ષિત કરાયા છે, બાકીના પત્થરો લોકો ચોરીને લઈ ગયા છે. તો કેટલાકે તેને વેચી દીધા છે.

 

(6:22 pm IST)