Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

અમેરિકાના મિસૌરી સ્ટેટમાં પેટ્રોલ પંપ નજીક ગોળીબારીની ઘટના:એક પોલીસ અધિકારી સહીત પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના મિસૌરી સ્ટેટમાં સોમવારે એક પેટ્રોલ પમ્પ પર ગોળીબારીની ઘટના બની હતી. ગોળીબારીમાં પાંચ લોકોના મોત થયા હતા જેમાં એક પોલીસ અધિકારી, એક બંદૂકધારી સહિત ત્રણ નાગરિકો સામેલ હતા.

                      સ્ટેટ પોલીસના જણાવ્યા મુજબ બંદૂકધારી પેટ્રોલ પમ્પ આવ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો હતો, પોલીસે સામે કાર્યવાહી કરતા હુમલો કરનારને ઠાર માર્યો હતો. મૃતક પોલીસ અધિકારી અમેરિકન સેનામાં સેવા આપી ચૂક્યા હતા.

(6:36 pm IST)