Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોનના ડરથી હવે મળશે રાહત: એક લાખ લોકોને નોકરી આપશે એમેઝોન

નવી દિલ્હી:દુનિયા આખીમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસના કારણોસર તેની અસર વ્યાપાર સંગઠનમાં પણ જોવા મળી રહી છે ત્યારે  ઘણા દેશોમાં શાળા તેમજ કોલેજો સહીત સિનેમા ઘર અને હોલ્સ પણ બંધ કરી દેવામાં આવતા લોકોને ઘરમાં બેસવાની નોબત આવી છે. એવામાં -કોમર્સ કંપનીઓની ડીમાંડ  ખુબજ વધતી ગઈ છે કારણ કે લોકો ઓનલાઇનની મદદથી ઘર પર સમાન મંગાવી લે છે  આવી પરિસ્થિતિ વચ્ચે દુનિયા આખીની પ્રમુખ -કોમર્સ કંપની એમેજન લાખો લોકો માટે રાહતના સમાચાર લઈને આવી છે.

                   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એમેઝોને જણાવ્યું છે કે ઓનલાઇન સમાનની ડીમાંડ વધવાના કારણોસર તેમની પાસે ખુબજ મોટી સંખ્યામાં ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે જેને પૂર્ણ કરવા માટે કર્મચારીઓની જરૂર પડી રહી છે એવામાં કંપની  એક લાખ લોકોને નોકરી આપવાનો વિચાર કરી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે. કંપનીના ક્હેવા મુજબ કર્મચારીઓને 2 ડોલરથી 15 ડોલર પ્રતિ કલાક સુધીની ભરપાઈ કરવામાં આવશે

(6:32 pm IST)