Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમેરિકાના હર્ટફોર્ડ શહેરમાં નાઈટ ક્લબમાં ગોળીબારીની ઘટનામાં એકનું મૃત્યુ: ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકાના કનેક્ટિક્ટ વિસ્તારમાં હર્ટફોર્ડ શહેરના નાઈટ ક્લબમા ફાયરીંગ થયુ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાયરીંગમા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે તેમજ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, નાઈટ કલબમા સામાન્ય રીતે ઝઘડા થતા હોય છે. તેના કારણે જ પોલીસ ક્લબની બહાર હાજર રહે છે, પરંતુ રવિવારે રાત્રે લગભગ 1:30 વાગે પર ક્લબની અંદર ફાયરીંગનો અવાજ આવ્યો. ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસ ઓફિસર જેવા ક્લબમા દાખલ થયા કે ક્લબમા મોટી સંખ્યામા હાજર લોકો બહાર નીકળવાના ગેટ તરફથી ભાગી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર મેજસ્ટિક લોજ નાઈટ ક્લબમા થયેલા ફાયરીંગના કારણે 28 વર્ષના યુવકનું મોત નીપજ્યુ હતુ. ફાયરીંગમા બે પુરૂષો અને મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા 4 લોકોમાંથી બે લોકોની રવિવારે સવારે સર્જરી કરાવવી પડી તેમજ બાકીના લોકોની સ્થિતિ જોખમમાંથી બહાર છે.

(6:02 pm IST)