Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનમાં જોડાયેલ 87 લોકોને 55 વર્ષની કેદની સુનવણી: સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ

નવી દિલ્હી: પાકિસ્તાનની એક અંતરરોધી અદાલતે કટ્ટરપંથી તહરીક-એ- લબ્બક પાર્ટી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે અદાલતે વર્ષ 2018માં હિંસક પ્રદર્શનમાં જોડાવવા મામલે ટીએલપી સુપ્રીમો ખાદીમ હુસૈન રીઝવીના ભાઈ અમીર હુસૈન રિજ્વી અને  તેમના ભત્રીજા અલી સહીત પાર્ટીના 87 કાર્યકર્તાઓને 55 વર્ષની કેદની સજાની સુનવણી કરવામાં આવી છે.

પાકિસ્તાનની એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પર 12925000રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અદાલતે બધા જ આરોપીની સંપત્તિઓને પણ જપ્ત  કરવાનો નિર્દેશ કર્યો છે.

(6:03 pm IST)