Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

30 કરોડ કિમિ દૂરથી જાપાનના વૈજ્ઞાનિકો માટે આવી એક અનોખી ભેટ

નવી દિલ્હી:જાપાનના વૈજ્ઞાનિકોના હાથે રયુગુ એસ્ટરોઇડથી લાવેલ ખુબજ કિંમતી નમૂનો હાથ લાગ્યો છે આ વૈજ્ઞાનિકોને આ પહેલા પણ તેની રાહ છેલ્લા 6 વર્ષોથી હતી. હવે જઈને તેમની આ ઈચ્છા પુરી થઇ છે અને તેમને સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ આશા જણાવી છે કે તેમને આ નમૂના હાથ લાગવાથી બ્રહ્માંડના અમુક રહસ્યો વિશે હવે તે જાણી શકશે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજથી 6 વર્ષ પહેક 2014માં જાપાનના એસ્ટરોઇડ રયુગુંથી નમૂના લાવવા માટે અંતરિક્ષ યાન  હાયાબુસા-2 લોંચ કર્યું હતું આ લોંચ થયા પછી ત્રણ વર્ષ બાદ 30 કરોડ કિલોમીટરની દુરી પસાર કર્યા પછી સપ્ટેબર 20188માં આ શુદ્ધગ્રહ રયુગુ પર ઉતર્યો હતો.

(6:10 pm IST)