Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભારે બરફવર્ષના લીધે બીંજીગમાં 40થી વધુ ફ્લાઇટો રદ

નવી દિલ્હી: રવિવારથી ચીનની રાજધાની બેઇજિંગમાં બરફવર્ષાને કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 40 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને એક નિવેદન બહાર પાડીને માહિતી આપી છે.નિવેદનમાં જણાવ્યા અનુસાર ઠંડા હવામાનને કારણે એરપોર્ટ જાડા ધુમ્મસની છાયામાં છે, જેના કારણે વિમાનના સંચાલનમાં મુશ્કેલી આવી રહી છે. અગાઉ હવામાન વિભાગે શહેરના અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટાડીને 500 મીટર કરવાની ચેતવણી આપી હતી.નિવેદનમાં જણાવ્યા અનુસાર 213000 લોકો મુસાફરી માટે 1328 વિમાનને સોમવારે ઉડાન ભરવાના હતા. પહેલા રવિવારે 149 વિમાનોએ ઉડાન ભરી હતી જ્યારે 42 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.એરપોર્ટ અને રનવે પર સ્થિર બરફ સાફ કરવા માટે વિશિષ્ટ વાહનો સાથે  ક્રૂ તૈનાત કરવામાં આવ્યા છે.

(6:02 pm IST)