Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ન્યુ જર્સીની ખેડૂતે ગાયોને વિરાટ કદનાં ક્રિસમસ-સ્વેટર્સ પહેરાવ્યાં

ન્યુયોર્ક,તા.૧૬: અમેરિકાના ન્યુ જર્સી સ્ટેટની એક મહિલા ખેડૂતે તેના ડેરી ફાર્મની ગાયોને ક્રિસમસની ઉજવણીનો ઉત્સાહ વ્યકત કરવા માટે સ્વેટર્સ પહેરાવ્યાં છે. સેન્ટ ઝેવિયરના લોજ ફાર્મના ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી બેકી હાઉઝે તેના ડેરી ફાર્મની ગાયો કેરલ, હોલી, મેરી, નોએલ અન મારિયા ડેરીને તહેવારોની ચોક્કસ ડિઝાઇનનાં સ્વેટર્સ પહેરાવ્યાં હતાં. બેકીને તહેવારો અને ઉજવણીઓ ખૂબ ગમે છે.

તે કહે છે, 'મારૃં ચાલે તો હું ઓકટોબર મહિનાથી ફાર્મમાં ક્રિસમસનાં ગીતો ગવડાવું અને ઉત્સવનો આનંદપ્રમાદ શરૂ કરી દઉં, કારણ કે અમે સાધારણ રીતે એક-બે અઠવાડિયાં પહેલાં શરૂઆત કરવા માંડીએ છીએ.'

(3:28 pm IST)