Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

નાતાલના સમયે નાઝરેથે તેની અરબ સંસ્કૃતિ જાળવી રાખી છે.

ઇઝરાયેલઃ ઇઝરાયેલના સૌથી મોટા અરબ શહેર ગણાતા નજારેથમા નાતાલની તૈયારીઓ શરુ  થઇ ગઇ છે. વણકરોનો એક સમૂહ તેમની વર્ષો જુની પેલેસ્ટીની પરંપરા જાળવી રાખવા માટે એકત્ર થયા છે. કામદારો અહીં આવેલ સેંટ ગેબ્રિઅલ ચર્ચને રોશનીથી શણગારી રહ્યા છે. આ ચર્ચની નીચે  વહેતા ઝરણા સાથે ગ્રીક પરંપરાની વાયકા જોડાયેલી છે. આ વાયકા મુજબ જયારે ગ્રબિસલે મેરીને ભવિષ્યવાણી કરી હતી કે તેઓ જીસસજે જન્મ આપવાના છે. ત્યારે મેરી આ કુવામાથી પાણી કાઢી રહ્યા હતા. અહીની સૌથી પ્રસિદ્ધ એમ્બ્રોઇડરીનું નામ તતરીઝ છે. જે સમગ્ર ઇઝરાયલના અરબ સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય છે.

ઇઝરાયેલની વસ્તીમાં ર૦ ટકા જેટલું સંખ્યાબળ ધરાવતા અરબ સમુદાયનું કહેવું છે કે તેને શિક્ષણ,સ્વાસ્થ્ય અને રહેઠાણ જેવા ક્ષેત્રોમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.

 

(12:56 pm IST)