Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ઇઝરાયેલે ૬ વર્ષીય પેલેસ્ટનીની બાળકની હેબ્રોનમાં અટકાયત કરી

તેલ અવવીઃકબજા હેઠળના વેસ્ટબેંકના હેબ્રોનમાંથી ૬ વર્ષીય પેલેસ્ટીની બાળકની એક કલાક માટે અટકાયત કરી હતી. આ ઘટના રપ નવે.ના રોજ બની હતી. જયારે ઇઝરાયેલી દળોએ ૧પ વર્ષીય અબ્દ-અ-રહેમાન અબુદાઉદ અને ૬ વર્ષીય ઝેૈદ તાહાની અટકાયત કરી હતી.

બંને બાળકોને કહેવાતા ફાર્મસી ચેક પોઇન્ટ લઇ જવાયા હતા અને ત્યાંથી અબુ દાઉદને ત્રણ મહીનાની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

બીજી તરફ ઝૈદને પેલેસ્ટીની પોલીસને સોંપતા પહેલા અન્ય બે ચેકપોઇન્ટ પર લઇ જવાયો હતો. ઝૈદએ હું રડી રહ્યો હતો અને સૈનિકો મને ગાળો ભાંડી રહ્યા હતા. ત્યારબાદ તેમણે મને સફેદ ગાડીમા બેસાડયો મારી સાથે જે અન્ય છોકરાની ધરપકડ કરવામા  આવી હતી.તેણે મહિલા સૈનિકને પૂછયું કે તેઓ અમને કયા લઇ જઇ રહ્યા છે તો તેણીએ જવાબ આપ્યો જેલમાં.આ કીસ્સામા માતા-પિતાને જાણ કર્યા વગર સૈન્ય દળોએ બાળકની ધરપકડ કરી અસંવેદનશીલતાની હદ પાર કરી છે.

(12:55 pm IST)