Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

ર૦૧૮માં અવકાશમાં રજા માણવા જવાનું સપનું સાકાર થઇ શકે છે

ન્યુયોર્ક તા. ૧૬: જો તમે અંતરીક્ષની સફરે જવાનું વિચારતા હો તો આ સપનું આવતા વર્ષ સુધીમાં પૂરૃં થાય એવું શકય છે. એરિકાની એરોસ્પેસ મેન્યુફેકચરર કંપની બ્લુ ઓરિજિને ટેકસસમાં આવેલી લોન્ચ-સાઇટ પરથી એક રોકેટ-કેપ્સ્યુલનું પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ-કેપ્સ્યુલમાં છ લોકો બેસીને ધરતીથી લગભગ ૧૦૦ કિલોમીટર ઉપર સુધી જઇ શકશે. આ રોકેટ-કેપ્સ્યુલ પાછું આવે એ પછી ફરીથી વાપરી શકાય એવું છે એટલે અંતરીક્ષમાં જવા-આવવાનો ખર્ચ ઘણો જ ઘટી જઇ શકે છે. આ કેપ્સ્યુલમાં ર.૪ ફુટ પહોળી અને ૩.૬ ઊંચી બારીઓ છે. આવી બારીઓ સાથે સ્પેસની સફરનો અનુભવ આપતી આ પહેલી કેપ્સ્યુલ છે. આવતા વર્ષ સુધીમાં બ્લુ ઓરિજિન તરફથી સ્પેસની સફર શરૂ થઇ જાય એવી સંભાવના છે.

(3:35 pm IST)