Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

નાસાના સૌથી શક્તિશાળી રોકેટ ભરી ઉડાન:આ કારણોસર થયું 45 મિનિટ લેટ

નવી દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મુન મિશન 'આર્ટેમિસ-1' લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સવારે 12.17 વાગ્યે ઉડાન ભરી છે. આ પહેલા 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે પણ લોન્ચિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ટેક્નિકલ ખામીઓ અને ખરાબ હવામાનને કારણે તેને ટાળવું પડ્યું હતુ. જણાવીએ કે સવારથી રોકેટમાં હાઈડ્રોજન લીક થઈ રહ્યું હતું, જેને વૈજ્ઞાનિકોએ સમયસર સુધારી લીધું હતું. આ પહેલા રવિવારની પ્રેસ બ્રીફિંગમાં આર્ટેમિસ મિશન મેનેજર માઇક સેરાફીને જણાવ્યું હતું કે ફ્લોરિડામાં હાલમાં આવેલા વાવાઝોડા નિકોલને કારણે અવકાશયાનને નુકસાન થયું હતુ. અવકાશયાનના એક ભાગને નુકસાન થતાં ઢીલો પડીને છૂટો પડી ગયો હતો.આ કારણે લિફ્ટ ઓફ દરમિયાન સમસ્યા આવી શકે છે. એટલા માટે અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી હતી.

 

(6:40 pm IST)