Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ઓએમજી.....આ સેન્ડલની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણા બધા લોકો સ્ટીવ જોબ્સને પોતાના આદર્શ માને છે. તેમના પ્રત્યે લોકોની દીવાનગી એટલી હદે છે કે લોકો તેમની સાથે સંકળાયેલી વસ્તુઓ ખરીદવા માંગે છે. તેમની ઘણી બધી વસ્તુઓ મોંઘા ભાવે નીલામ થાય છે. Apple કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના નિધન બાદ તેમની સાથે સંકળાયેલી ઘણી બધી વસ્તુઓની અત્યારસુધીમાં નીલામી થઈ ચુકી છે. પછી ભલે તે તેમની નોકરી માટે આપવામાં આવેલું અરજી પત્ર હોય કે પછી તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલું કમ્પ્યુટર હોય.

નીલામીકર્તા જૂલિયન્સ ઓક્શન્સને આશા હતી કે, એપલના સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સ દ્વારા પહેરવામાં આવેલા બ્રાઉન ચામડાના બિરકેનસ્ટોક એરિઝોના સેન્ડલની જોડી 60000 ડૉલરથી 80000 ડૉલર (4832889-6443852 રૂપિયા) સુધી મળી શકે છે. પરંતુ તેના કરતા વધારે રૂપિયા ઓક્શનમાં આના પર બોલી લાગી હતી. આ સેન્ડલ પર 218,700 ડોલરની બોલી લાગી હતી, જે 1.77 કરોડ રૂપિયા થાય છે. સેન્ડલની સાથે, નીલામીમાં સેન્ડલની એક એનએફટી તસવીર પણ સામેલ છે, સાથે જ ફોટોગ્રાફર જીન પિગોજીની એક બુક પણ સામેલ છે. પુસ્તકનું શીષર્ક ધ 213 મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મેન ઈન માઈ લાઈફ છે અને તેમા મિસ્ટર જોબ્સને એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

 

(6:39 pm IST)