Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આ સફરજન કે શાકભાજી નહીં પણ કેક છે

આ દુનિયામાં એવી દ્યણી ચીજો હોય છે જે દેખાય છે એવી ખરેખર હોતી નથી. ન્યુ યોર્કમાં રહેતો ૨૩ વર્ષનો લ્યુક વિન્સેન્ટિની બેકિંગ શીખ્યા પછી રોજ કંઈક અવનવું બનાવવા લાગ્યો છે. કેકને સામાન્ય કેકની જેમ સજાવવાને બદલે તેણે એને ફળો અને શાકભાજીનો શેપ અને લુક આપ્યો છે. કેળાં, સ્ટ્રોબેરી, સફરજન, તરબૂચ, દાડમ જેવાં ફળોની કેક તેણે બનાવી છે. આ કેકનો રંગ, શેપ અને લુક અદ્દલ જે-તે ફળ અને શાકભાજી જેવો જ હોય છે. જો એને કાપો તો અંદરથી સ્પોન્જી કેક નીકળે છે. લ્યુકનું કહેવું છે કે આ કેક-આર્ટ બહુ સહેલી નથી. ખૂબ ટાઇમ માગી લેતી આ કળા લ્યુકનું પેશન છે. અમુક કેક માટે તો તે લગાતાર ૧૨થી ૧૪ કલાક સુધી મથતો રહ્યો છે.

(2:31 pm IST)