Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બોડીપેઇન માટે થાય છે સોનાના બારીક દોરાથી એકયુપંકચર

નવી દિલ્હી,તા.૧૬: શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો એનાથી છુટકારો મેળવવા વિચિત્ર લાગતી સારવાર કરાવવા પણ લોકો તૈયાર થઈ જાય છે. જોકે હાલમાં એક નવી જ સારવારની જાણ થઈ છે, જેના વિશે કદાચ જ કોઈકે સાંભળ્યું હોય અને એ છે ગોલ્ડ થ્રેડ એકયુપંકચર. આ સારવારમાં શરીરમાં બારીક સોનાના તાર શરીરમાં દાખલ કરવામાં આવે છે. એશિયન દેશોમાં લાંબા સમયથી વિવિધ પ્રકારની પીડામાં રાહત માટે આ પદ્ઘતિનો ઉપયોગ કરવામાં આવે છે. તબીબી તાલીમ ન ધરાવતી વ્યકિત દ્વારા આ સારવારમાં શરીરમાં દુખાવો હોય ત્યાં સોનાના બારીક તાર કાયમ માટે દાખલ કરવામાં આવે છે.

એમ મનાય છે કે સ્ટરિલાઇઝ કરેલા સોનાના બારીક તારને શરીરમાં દાખલ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. જોકે આ સારવાર અસરકારક હોવાના કોઈ પુરાવા મળ્યા નથી તેમ જ ડોકટરોના મતે પણ સારવારની આ પદ્ઘતિ દ્યણી જટિલ છે.

દરદીના શરીરમાં દાખલ કરાયેલા સોનાના તાર સમય જતાં નાના ટુકડામાં વિભાજિત થઈને શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે, જેને કારણે તીવ્ર દુખાવો થઈ શકે છે. વધુમાં આ સારવારમાં સોનાના ડઝનેક અને દ્યણી વાર સેંકડો તાર શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે જે કાઢવાનું સંભવ ન હોવાથી અસહ્ય દુખાવો થઈ શકે છે.

(2:30 pm IST)