Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ડિનર માટે ‘ટુક-ટુક' માં પાકિસ્‍તાન સ્‍મારક પહોંચ્‍યા પ્રિન્‍સ વિલીયમ અને પત્‍ની કેટ

બ્રિટનના શાહી પરિવારના રાજકુમાર  વિલીયમ અને તેમના પત્‍ની કેટ મિડલટન મંગળવારના બ્રિટીશી ઉચ્‍ચાયોગ દ્વારા આયોજીત ડિનર માટે ટુક ટુક (ઓટો રીક્ષા) માં સવાર થઇને ઇસ્‍લામાબાદમાં આવેલ પાકિસ્‍તાન સ્‍મારક પહોંચ્‍યા.

આ પહેલા એમણે પ્રધાનમંત્રી ઇમરાનખાન સાથે પણ મુલાકાત કરી. આ ૧૩ વર્ષમાં શાહી પરિવારના કોઇ સદસ્‍યની પ્રથમ પાકિસ્‍તાન યાત્રા છે.

પ્રિન્‍સ વિલિયમ અને પત્‍ની પાકિસ્‍તાનના રાષ્‍ટ્રપતિને પણ મળ્‍યા બંને સ્‍કૂલના બાળકોને પણ મળ્‍યા અને એક સ્‍કુલમાં પણ ગયા.

(11:10 pm IST)