Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બિલાડી અને ડોગીઓ માટે પણ બ્લડ - બેન્ક શરૂ થઈ છે

લંડન,તા.૧૬:માણસો માટે તો બ્લડ-બેન્ક હોવી સામાન્ય બબાત છે, પણ શું તમે કદી પ્રાણીઓ માટેની બ્લડબેન્ક વિશે સાંભળ્યું છે? બ્રિટન અને અમેરિકામાં હવે પાળેલા પ્રાણીઓ માટે પણ બ્લડ-બેન્ક ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને અહીં ડોગીઝ અને કેટ્સ માટે બ્લડ મળે છે. આ એવાં પ્રાણીઓ  છે જે સૌથી વધુ પાળવામાં આવે છે. જયારે પણ પાળેલાં પ્રાણીઓ દ્યાયલ થાય, એકિસડન્ટ થાય અને ખૂબ બધું લોહી વહી જાય ત્યારે બ્લડ બેન્ક તેમના કામમાં આવે છે. અમેરિકામાં કેલિફોર્નિયા, મિશિગન અને મેરીલેન્ડ રાજયના વિવિધ શહેરોમાં આ પ્રકારની પેટ્સ બ્લડ-બેન્ક છે. આ એવી બેન્ક છે જયાં માલિકો પણ તેમના પાળતુ પ્રાણીઓને લઈને બ્લડ ડોનેટ કરવા જાય છે. માણસોની જેમ પેટ્સની બ્લડ ડોનેશનની ક્રિયામાં પણ લગભગ અડધો કલાક જાય છે. ખાસ વાત એ કે પ્રાણીઓ બ્લડ-ડોનેટ કરતા હોય ત્યારે તેમને એનેસ્થેસિયા આપવાની જરૂરત પણ નથી પડતી.

(4:15 pm IST)