Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઓએમજી....અહીંયા માતાને થયેલ કોરોનાના કારણોસર ચાર વર્ષીય બાળકીનું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: વેબસાઈટ ધ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, કાલી કુકની માતા કારા હાર્વૂડ કોરોના રસીકરણની વિરુદ્ધ હતી. તેણે પોતાને કોરોના સામે રસી આપી નથી. જેના કારણે તે અને પરિવારના અન્ય સભ્યો કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા. બીમાર પડ્યા પછી, 4 વર્ષની છોકરી પણ કોરોના ચેપનો શિકાર બની અને થોડા કલાકોમાં જ તે આ દુનિયામાંથી ગુજરી ગઈ. આવા સમયે કાલી કુકના મૃત્યુના સમાચાર આવ્યા છે. જ્યારે તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન બાળકોમાં ડેલ્ટા વેરિએન્ટના ઘણા કેસ જોવા મળ્યા છે. ગયા મહિને, ગેલ્વેસ્ટન કાઉન્ટીમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોરોનાના 1382 કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે, ટેક્સાસમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 24 બાળકોના મોત થયા હતા. કાલી કૂક તેના માતાપિતા અને 4 ભાઈ -બહેનો સાથે બેકક્લિફમાં રહેતી હતી. કોરોનાથી પીડાતા તે બધાને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. કાલીની માતા કહે છે, 'જલદી મને કોરોનાવાયરસ હોવાની પુષ્ટિ થઈ. તે પછી મેં તરત જ ઘરના એક રૂમમાં મારી જાતને અલગ કરી દીધી. મેં મારા બાળકોને મારાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો. હું નહોતો ઈચ્છતો કે તેને પણ કોરોના થાય.

(5:52 pm IST)