Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

અમેરિકામાં શ્વાનના બચ્ચાને કચરાપેટીમાં ફેંકતા મહિલાને એક વર્ષની સજા ફટકારાઇ

59 વર્ષીય ડેબોરા કલવેલે કોર્ટમાં ગુનો સ્વીકાર્યો હતો

 

અમેરિકામાં કૂતરામાં નવજાત ગલુડિયાઓને કચરાપેટીમાં ફેંકી દેવા બદલ એક મહિલાને 365 દિવસની સજા ફટકારી છે. 59 વર્ષીય ડેબોરા કલવેલેકોર્ટમાં પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.

  ડેબોરાએ એપ્રિલમાં કેલિફોર્નિયાના કોચેલા વેલી વિસ્તારમાં ત્રણ-દિવસનાં સાત ગલુડિયાઓને ફેંકી દીધા હતા. મહિલાની કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એનિમલ કેર ઓર્ગેનાઇઝેશન મુજબ, ગલુડિયાઓ ઝડપથી ડસ્ટબિનમાંથી દૂર થયા હોત તો તેઓ મૃત્યુ પામ્યા હોત. ડેબોરા પર 14 પ્રાણીઓ પર ક્રૂરતા અને તેને લાવારીશ છોડી દેવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

 રિવરસાઇડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ અનુસાર, ડેબોરાને સજા તરીકે 275 દિવસની જેલમાં રહેવા પડશે. જેલમાં તેના વર્તન દ્વારા બાકીના 90 દિવસનો નિર્ણય લેવામાં આવશે. રિલીઝ થયા પછી પણ ડેબોરા પર સાત વર્ષ મોનીટર કરવામાં આવશે. સમય દરમિયાન તે કોઈપણ પ્રાણીઓને ઉછેરશે નહીં.

(12:12 am IST)