Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

શ્રીલંકાના આ ગામમાં બાળકો ઓનલાઇન સ્ટડી કરવા માટે કરે છે આટલી મહેનત

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના મહામારીના કારણે ૪૦ કરોડથી વધુ બાળકો સ્કૂલે જઇ શકયા નથી. શાળા શિક્ષણ બંધ હોવાથી સ્માર્ટફોનની મદદથી ઓન લાઇન એજયુકેશનનો ટ્રેન્ડ શરુ થયો છે. આમ તો સ્માર્ટફોન અને લેપટોપની મદદથી ઓનલાઇન શિક્ષણ ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે પરંતુ શ્રીલંકામાં બાળકોએ ઓનલાઇન એજયુકેશન માટે પહાડ ચડવો પડે છે. મિઘકિવયૂલ વિસ્તારનું બોહિતીયાવા ગામ આજકાલ ઓનલાઇન સ્ટડી માટે ચર્ચામાં આવ્યું છે. ગામના ૪૫થી વધુ બાળકો માટે પહાડોની ટોચ અને ઘટાટોપ વૃક્ષોની ડાળીઓ કલાસરુમ ગઇ છે.

પોતાના ઘેર ઇન્ટરનેટ સિગ્નલ પકડાતા હોવાથી ઓનલાઇન એજયુકેશન માટે રોજ કિમી જેટલું ચાલીને પહાડ પર આવે છે. શિક્ષકોએ મોકલેલા ઓનલાઇન લેશનને સ્માર્ટફોનમાંથી ડાઉનલોડ કરવું હોય કે પોતે કરેલું હોમવર્ક અપલોડ કરવું હોય ત્યારે બાળકોએ પહાડ પર જવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. બાળકોએ જંગલ અને ઝાડીઓમાંથી પસાર થવું પડે છે ત્યાં દિપડા અને જંગલી હાથીઓના હુમલાનો ભય રહે છે આથી કેટલાક વાલીઓ પણ બાળકો સાથે રોજ પહાડ પર જાય છે. મોટા ભાગના બાળકોના માતા પિતા ખેડૂત છે.

(5:26 pm IST)