Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમેરિકાના પૂર્વી કેલિફોર્નિયામ 'મોતની ખીણમાં'ગરમીનો પારો 53 ડિગ્રી ઉપર પહોંચ્યો

નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. અમેરિકાના પૂર્વ કેલિફોર્નિયાના રણપ્રદેશની 'ડેથ વેલી' એટલે કે 'મોતની ખીણ'માં રવિવારે ગરમીનો પારો 53.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં પૃથ્વી પર કોઈ વિસ્તારમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. ઋતુચક્રમાં અચાનક થયેલા ફેરફાર પછી અમેરિકન હવામાન વિભાગે દક્ષિણ અમેરિકામાં રહેતા પાંચ કરોડ લોકોને સખત ગરમી અને લૂથી બચવાની ચેતવણી પણ જારી કરી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જો કાર્બન ઉત્સર્જન ગતિએ વધતું રહ્યું તો 2030 સુધી ખીણનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેલિફોર્નિયાનો રણપ્રદેશ ફ્લોરિડાના પનામા સિટી સુધી આશરે પોણા ત્રણ હજાર કિ.મી.માં ફેલાયેલો છે. અહીં આસપાસના વિસ્તાર જેવા કે બોર્ગર, ટેક્સાસ, એમારિલો, ફોનિક્સ, રોજવેલ અને ન્યુ મેક્સિકોમાં પણ તાપમાન 46 ડિગ્રીએ પહોંચી ગયું છે, જે સરેરાશ બે ડિગ્રી વધુ છે. મોતની ખીણ દુનિયાની સૌથી ગરમ જગ્યા છે. અહીં સામાન્ય તાપમાન પણ 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે છે. વર્ષ 1913માં અહીંનું તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે હમણાં સુધીનો સૌથી ઊંચો આંકડો હતો.

(6:39 pm IST)