Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ત્રણ બહેનોએ એક જ હોસ્પિટલમાં એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

એક જ દિવસમાં લગભગ અનેક બાળકો જન્મ લેતાં હોય છે એમાં ઘણાં જોડિયાં પણ જન્મ લેતાં હોય છે. જોકે એક જ માને જોડિયા કે ત્રણ દીકરા જન્મે એ હવે નવાઈની વાત નથી રહી પરંતુ એક જ દિવસે એક જ હોસ્પિટલમાં ત્રણ સગી બહેનોને બાળક જન્મે એ ચોક્કસ અજાયબીની વાત છે. ઓહાયોની હેલ્થ મેન્સફિલ્ડ હોસ્પિટલમાં સાડાચાર કલાકના અંતરાલમાં ત્રણ સગી બહેનોએ બાળકોને જન્મ આપ્યો હતો. દનિશા હેન્સ, એરિયલ વિલિયમ્સ અને એશલી હેન્સ નામની ત્રણ બહેનોએ ત્રીજી જુલાઈએ એક જ હોસ્પિટલમાં તેમનાં બાળકોને જન્મ આપ્યો હતો જેમાં એરિયલે સૌપ્રથમ પુત્રી સિન્સિયરને જન્મ આપ્યો જે ૮ પાઉન્ડ ૨ ઔંસ વજનની હતી. ત્યાર બાદ એશલીએ ૬ પાઉન્ડ ૧૦ ઔંસ વજનના પુત્ર એડ્રિઓનને અને દનિશાએ ૪ પાઉન્ડ ૧૪ ઔંસ વજનના પુત્ર એમ્રીને જન્મ આપ્યો હતો. ત્રણે બહેનો આ ઘટનાને ઈશ્વરનો તેમના પરનો આશીર્વાદ ગણે છે. ત્રણ સગી બહેનો એક જ દિવસમાં બાળકોને જન્મ આપે એવી ઘટના પાંચ કરોડમાંથી એક વાર બનતી ઘટના છે. હવે આ ત્રણેય મસિયાઈ ભાઈ-બહેનોને અલગ-અલગ બર્થ-ડે પાર્ટી નહીં ગોઠવવી પડે.

(4:04 pm IST)