Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ન્યુયોર્કમાં બધી જ અમેરિકી શાળા સહીત બાર અને થિયેટર હાઉસ બંધ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ન્યુયોર્કમાં કોરોના વાયરસના સંક્ર્મણથી બચવા માટે જનતાના ભારે દબાણ હોવા છતાં પણ બધી જ અમેરિકન શાળાને બંધ કરી દેવામાં આવી છે જેના પછી લગભગ એક  મિલિયન એટલે કે દસ લાખ બાળકોને ઘરે જ રહેવાની નોબત આવશે।

ન્યુયોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ આ વાતની ઘોષણા કરતા જણાવ્યું છે કે  ન્યુયોર્કમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે બધી જ શાળાઓને 20 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. આ નિર્ણય 24 રાજ્યોમાં બધી જ શાળાઓને બંધ કર્યા પછી લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)