Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ચીનના વૈજ્ઞાનિકોએ નવી કીટ શોધી કાઢી: એક બુંદ રક્તથી થશે કોરોના વાયરસની તપાસ

નવી દિલ્હી:ચીનમાં વૈજ્ઞાનિકોની ટિમ દરરોજ નવી નવી શોધ કરવામાં લાગી છે ત્યારે થોડાક દિવસો પહેલા વૈજ્ઞાનિકોની ટીમે 29 મિનિટમાં કોરોના વાયરસનો ટેસ્ટ  કરવા માટે એક નવી કીટ ડેવલોપ કરી હતી હવે તેનાથી આગળ વધતા વૈજ્ઞાનિકોએ એક એવી એન્ટિબોડી ટેસ્ટિંગ કીટ ડેવલોપ કરી છે જેમાં રક્તની એક બૂંદથી તપાસ કરી શકાશે કે કોરોના છે કે નહીં।

કોરોના વાયરસની તપાસ થવાના 15મિનિટની અંદર  તેનાથી બચવાના ઉપાયો પણ મળી આવે છે.વૈજ્ઞાનિકોદ્વારા તૈયાર કરવામાં આવેલ આ કીટનો  ઉપયોગ ઘણી બધી જગ્યા પર શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)