Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોનાની દહેશત વચ્ચે ફ્રાન્સમાં સ્થાનીક ચૂંટણીમાં ૫ કરોડ લોકોનું મતદાન

પેરીસઃ ફ્રાન્સમાં ગઈકાલે કોરોનાની દહેશત વચ્ચે યોજાયેલ સ્થાનિક ચૂંટણીઓના પહેલા તબકકાનું મતદાન યોજાયુ હતું. જેમાં ૩૫ હજાર નગરપાલીકાઓના લગભગ ૪.૮૦ કરોડ મતદારોએ ૭૦ હજાર મતદાન કેન્દ્રો ઉપર મતદાન કર્યુ હતુ. શનિવારે ફ્રાન્સ સરકાર દ્વારા કાફે, સિનેમા હોલ અને જીમ બંધ કરવા માટે આદેશ અપાયેલ. ગઈકાલે સવારે ૮ વાગ્યે મતદાન મથકો ખુલતાની સાથે જ મતદારોએ લાઈનો લાગી હતી. તંત્ર દ્વારા મતદારો વચ્ચે સુરક્ષીત અંતર રાખવાની સાથે હાથ હોવા સહીતની તકેદારીની વ્યવસ્થા કરાઈ હતી.

(3:45 pm IST)