Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

યુકેમાં કોરોનાનો એક વર્ષ સુધી ખાત્મો નહી થાય : ૮૦ ટકા લોકો થશે પ્રભાવિત

ધ ગાર્જિયન અખબારનો ચોંકાવનારો રીપોર્ટ

લંડન તા. ૧૬ : યૂનાઈટેડ કિંગડમ(યૂકે) એટલે કે બ્રિટન, સ્કોર્ટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયરલેન્ડમાં આવનારા વર્ષના વસંત ઋતુ સુધી કોરોના વાયરસના રહેવાની શંકા વ્યકત કરવામાં આવી છે. જો આ ભવિષ્યવાળી સાચી પડી તો યૂકેના ૮૦ ટકા લોકો આ વાયરસની ઝપેટમાં આવી જશે. આ ડરાવનારી માહિતી યૂકેના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS)ના અધિકારીઓની બેઠકમાં આવી છે. જેમાં થયેલી બેઠકની વાતચીતમા આ ખૂલાસો ધ ગાર્જિયન અખબારે કર્યો છે.NHSના ચીફે આ બેઠકમાં આ વાત માની હતી કે વાયરસને ખતમ થતા એક વર્ષ લાગશે. કેમ કે કોરોના વાયરરસના યૂકેમાં હાજર સ્ટ્રેન વધારે મજબૂત અને શકિતશાળી બની ચૂકયા છે. જેને રોકવામાં યૂકેની સરકારને અને વહીવટી તંત્રને લગભગ ૧૨ મહિનાનો સમય લાગશે.ઙ્ગ NHSના જણાવ્યાનુંસાર યૂકેની અંદર આવનારા ઙ્ગતમામ દેશોના સ્વાસ્થ્ય પ્રમુખોએ એ વાત સ્વીકારી છે કે આવનારા વર્ષ ૨૦૨૧ વસંત સુધી સમગ્ર યૂકેના ૮૦ ટકા વસ્તીમાં આ વાયરસ ફેલાઈ ચૂકયો હશે. એટલે દર ૫માં કે ૪ વ્યકિતની કોરોના ગ્રસ્ત હશે.ઙ્ગ

બેઠકમા જે દસ્તાવેજના આધારે આ વાત કરવામાં આવી રહી છે તેમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યુ હતું કે એક એક વર્ષમાં ૮૦ ટકા લોકો કોરોનાની અસર હેઠળ હશે. તો ૧૫ ટકા ભાગ હોસ્પિટલોમાં ભર્તી હશે.ઉલ્લેખનીય છે કે અત્યારે ૧૩૯૧ લોકો કોરોના ગ્રસ્ત છે. ઙ્ગજયારે ૩૫ લોકોના મોત નિપજયા છે. ઈંગ્લેન્ડમાં ૧૦૯૯, સ્કોટલેન્ડમાં ૧૫૩, વેલ્સમાં ૯૪ અને ઉત્તર આયરલેન્ડમાં ૪૫ લોકો કોરોના વાયરસની અસર હેઠળ છે.ઙ્ગઆ તમામ દેશોના ઈમરજન્સી સેવાઓના અધિકારીઓને ઙ્ગચેતવણી આપવામાં આવી છે કે પરિસ્થિતિ ગંભીર થાય તો તૈયાર રહેજો. યૂકેમાં સ્વાસ્થ્ય કર્મી, NHS, ફાયર બ્રિગેડ કે પોલીસ જેવા ક્ષેત્ર સાથે જોડાયેલા ૫૦ લાખ લોકોને એક મહિનો સતત કામ કરવું પડી શકે છે.

(3:45 pm IST)