Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જોડીયા દીકરીઓની પહેલી વર્ષગાંઠે મમ્મીએ બનાવી દીકરીઓ જેવી જ અને જેટલી જ સાઇઝની કેક

સંતાનોના જન્મદિવસને ખાસ બનાવવા માટે પેરન્ટસ સરસમજાની કેક અરેન્જ કરવાનું ન ભુલે, પરંતુ જો મમ્મી જ અવ્વલ દરજ્જાની પ્રોફેશ્નલ પેસ્ટ્રી-મેકર હોય તો શું થાય? ઇંગ્લેન્ડના વોલ્સોલ ટાઉનમાં રહેતી લારા મેસન નામની પેસ્ટ્રી-એકસપર્ટે પોતાની જોડીયા દીકરીઓની પહેલી વર્ષગાંઠને યાદગાર બનાવવા જે કર્યુ એ આ સાથેની તસ્વીરમાં છે. તસ્વીર જોઇને કોઇને પણ એમ લાગી શકે કે લારાને ચાર દીકરીઓ છે જે તેના માટે બનાવવામાં આવેલી કેક સાથે રમી રહી છે. પરંતુ હકીકત એ છે કે લારાને બે જ દીકરીઓ છે લીલી અને લાયલા. તસ્વીરમાં વચ્ચોવચ જે છે એ લીલી અને લાયલાની સાઇઝની કેક છે અને બન્ને છોકરીઓ પોતાના જેવી જ દેખાતી કેક સાથે મસ્તી કરી રહી છે. લારાએ દીકરીઓની રિયલ સાઇઝની રેપ્લીકા કેક બનાવવા માટે લગાતાર ૧ર૦ કલાક મહેનત કરી છે. એમાં ૪ કિલો બટરક્રીમ, ૩ કિલો આઇસીંગ, પાંચ કિલો ચોકલેટ, ૪૪ ઇંડા અને ર.ર કિલો લોટ વપરાયો છે. લારાએ ફેસબુક પર મધરલોડ નામના એક ગ્રુપમાં આ તસ્વીરો અપલોડ કરી છે. લોકોએ એક માની લાગણીઓ અને ક્રીએટીવીટીનાં ભરપુર વખાણ કર્યા છે. પરંતુ લારા એનાથી સંતુષ્ટ નથી તેનું કહેવું છે કે જન્મદિવસ પહેલા દીકરી લાયલા માંદી હતી એને કારણે તે કેને પર્ફેકટ ઓપ આપવા માટે પુરતો સમય નહોતી આપી શકી એટલે દીકરીઓની બીજી વર્ષગાંઠ વખતે દીકરીઓની રેપ્લીકા આનાથીયે વધુ સારી બનાવશે.

(3:41 pm IST)