Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કેનેડામાં રહેતી બોરસદની યુવતિનો મૃતદેહ કચડાયેલ હાલતમાં મળતા ખળભળાટઃ ૧૧ જાન્યુઆરીથી લાપતા હતી

આણંદ :કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદની હીરલ પટેલના લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ તેના પતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહેતી હતી. 11 જાન્યુઆરીના રોજ હીરલ પટેલ અચાનક ગુમ થઈ હતી. તેના બાદ તે મીસિંગ જાહેર કરાઈ હતી. ટોરેન્ટો પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર તેની તસવીરો સાથે તેને મીસિંગ જાહેર કરાઈ હતી. જેના બાદ તેની ચારેબાજુ શોધખોળ શરૂ કરાઈ હતી. પરંતુ આખરે તેની લાશ કચડાયેલી હાલતમાં મળી આવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, હિરલને તેના સાસરિયાઓ સાથે અણબનાવ હતો. તેના સાસરિયા તેને બહુ જ ત્રાસ આપતા હતા. તેથી તેઓએ જ તેની હત્યા કરાવી હોઈ શકે તેવો હિરલના માતાપિતાએ આક્ષેપ લગાવ્યો છે. હાલ ટોરેન્ટ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

(5:30 pm IST)