Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પોલેન્ડમાં જંગી બોંબને અત્યંત નાજુક ઓપરેશન હાથ ધરી નષ્ટ કરવામાં આવ્યો

નવી દિલ્હી: બાલ્ટીક સમુદ્રમાં આવેલી એક ચેનલ પાસે બીજા વિશ્વ યુધ્ધના સમયના એક જંગી બોમ્બને અત્યંત નાજુક ઓપરેશનમાં નિષ્ક્રિય કરાયો હતો.ઓપરેશન દરમિયાન કોઇને પણ ઇજા થઇ નહતી, એમ પોલેન્ડના સત્તાવાળાઓએ કહ્યું હતું. ટોલબોય તરીકે ઓળખાતા જંગી બોમ્બમાં ૫૦૦૦ કિલો વિસ્ફોટકો ભરવામાં આવ્યા હતા અને ૧૯૪૫માં નાઝીઓના એક કેમ્પ પર ફેંકવામાં આવ્યો હતો, જે સદનસીબે ફાટયો હતો.

ગયા વર્ષે દરિયામાં ૧૨ મીટર ઉંડે મળી આવ્યો હતો. તેની માત્ર નાક બહાર દેખાતી હતી. ઉત્તરપૂર્વમા ંસ્વીનજુસ્સેના બંદરીય શહેરમાં તેનો નાશ કરાયો હતો. મીટર ઉાંચા બોમ્બમાં ઠાંસી ઠાંસીને ૨.ટન વિસ્ફોટક સામાગ્રી ભરવામાં આવી હતી.પહેલા તો બોમ્બને રિમોટ કન્ટ્રોલ દ્વારા ડિફલેગરેશન પધ્ધતીથી ઉડાડવા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ એમાં જોખમ જણાતા તે વિચાર રદ કરાયો હતો.

(5:43 pm IST)