Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આ વૃધ્ધે સાયકલની 159 સીટની ચોરી કરી: સામે આવી અજીબોગરીબ સચ્ચાઈ

નવી દિલ્હી: જાપાનમાં ચોરીની એક અજુગતી ઘટના સામે આવી છે. જે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચાનો વિષય બની ગયો છે. અહીંયા પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેને સાયકલની 159 સીટની ચોરી કરી છે. ટોક્યોના ઓટા વાર્ડ વિસ્તારમાં પોલીસે થોડા દિવસોથી સાયકલની સીટની ચોરી કરી રહેલ શખ્સને શોધી કાઢ્યો છે.

             પોલીસને લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શખ્સ વિષે જાણ્યું અને તેના ઘરે દરોડા પાડતા તેમના ઘરેથી 159 સીટની ચોરી કરેલ રાખી હતી પોલીસે આ વૃદ્ધ શખ્સની રંગે હાથે ધરપકડ કરી લીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:48 pm IST)