Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મેક્સિકોમાં પોલીસ પર હુમલો કરીને 14 અધિકારીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા: ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: મેક્સિકોમાં પશ્ચિમ-મધ્ય પરંતુ મિશેકેનના અગુઈલા શહેરમાં પોલીસ ગશ્તી પર ઘાતક હુમલો કરીને ઓછામાં ઓછા 14 પોલીસ અધિકારીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. તેમજ અન્ય ચારણી હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

      મેક્સિકોના સુરક્ષા અને નાગરિક સુરક્ષા મંત્રાલયે સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મિશોકન પ્રાંત અગુઈલા શહેરમાં પોલીસ ગશ્તી દળ પર  ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો  જેમાં ઓછામાં ઓછા 14 પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા છે તેમજ ચાર અધિકારીઓને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:47 pm IST)