Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇકવાડોરમાં ઈંધણ સબસિડી સમાપ્તિના વિરોધમાં હિંસક પ્રદર્શનોઃ ૭ના મોત

કિવટોઃ ઇકવાડોર સરકારના ઈંધણ પરની સબસિડી ખતમ કરવાના નિર્ણયના વિરોધમાં ભારે પ્રદર્શનો થઈ રહ્યા છે. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે અને ૧,૦૦૦થી પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.

ઇકવાડોર સરકારના વિરોધમાં શરૂ થયેલા સામૂહિક પ્રદર્શનો હવે વધારે ઉગ્ર થઈ રહ્યા છે. સરકારના ઈંધણ પરની સબસિડી ખતમ કરવાના નિર્ણયના વિરોધમાં શરૂ થયેલા પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કર્યું છે અને પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં સાત લોકો માર્યા ગયા છે અને હજારો લોકોને ઈજાઓ પહોંચી છે. આ તરફ પોલીસે અત્યાર સુધીમાં ૧,૧૫૨ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.

ઓમ્બુડ્સમૈનના કાર્યાલયે સોમવારે ટ્વિટરના માધ્યમથી ૧,૧૫૨ લોકોને કસ્ટડીમાં પુરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. અગાઉના રિપોર્ટમાં પાંચ લોકોના મૃત્યુ નોંધાયા હતા અને બાદમાં મૃતક આંક વધીને સાત થયો હતો.

(3:18 pm IST)