Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મિત્રો સંગે જીવો લાંબુ જીવન

વોશિંગ્ટન : લાંબી ઉંમર જીવવા માટે માત્ર સ્વસ્થ ખાણી-પીણી અપનાવવી અને નિયમીત વ્યાયામ કરવુ જ જરૂરી નથી. મિત્રતાનો વિસ્તાર વધારવો પણ ખૂબ જ જરૂરી છે. કૈલિફોર્નિયા યુનિવર્સીટીના સંશોધકોએ પોતાના હાલના અભ્યાસના આધારે એ દાવો કર્યો છે.

તેઓની શોધ અનુસાર, મિત્રો સાથે કરેલ ગપશપ તનાવ ઘટાડવાનો સૌથી સારો ઉપાય છે. જે લોકોને વૃધ્ધાવસ્થામાં પાંથી છ મિત્રો હતા, તેનામાં તનાવ, બેચેની, ચિડચિડીયાપણુ, હૃદયરોગ અને સ્ટ્રોકનો જોખમ પાંચ ગણો ઓછો હતો.

(12:13 pm IST)