Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બીટના સેવનથી બાળકનો મગજ થાય છે સતેજ

બીટ આખા ભારતમાં બધે મળે છે. તેને સલાડની જેમ ખાવામાં આવે છે. બીટ શરીરમાં રકતની ખામીને દૂર કરે છે.

 બાળકને સલાડમાં બીટ ખવડાવવુ જોઈએ. બીટના રસથી કાનપટ્ટી ઉપર માલીશ કરો અને તેનો રસ પીવડાવો. એવુ કરવાથી બાળકોના મગજ તેજ થાય છે.

 જાડા વાળ માટે માટે બીટનો ઉપયોગ કરો. આ ઉપરાંત ટાલ પર બીટના પાંદડાના રસથી ૩-૪ વાર માલીશ કરવાથી વાળ ફરીથી ઉગવા લાગશે.

 દાંત દર્દ હોય કે પેઢામાં સોજો હોય તો બીટનો રસ કાઢી, તેને મોંમાં રાખી દાંતોની ચારે બાજુ ફેરવો અને કોગળા કરો. તેનાથી દાંતમાં કીડાથી થતુ દર્દ દૂર થાય છે અને સોજો પણ તરત ઓછો થઈ જાય છે. જો માથામાં માઈગ્રેનનો દુઃખાવો હોય તો બીટનો રસ કાઢી થોડુ ગરમ કરી નાકમાં તેના ટીપા નાખો. જેનાથી તરત જ લાભ મળશે.

 જે લોકોના શરીરમાં રકતની ખામી હોય કે હિમોગ્લોબીન ઓછુ હોય, તો એવા લોકોને બીટનું સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીટ લીવરને શુધ્ધ કરે છે. જેનાથી રકત બનવાની પ્રક્રિયા તેજ થાય છે.

(10:12 am IST)