Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

એરકન્ડિશનરની ઘરઘરાટીથી કંટાળેલા ભાઇએ એસી ખોલ્યું તો એમાંથી નીકળ્યા ગૂંચળું વળેલા પાંચ સાપ

બેંગ્કોક તા. ૧પઃ થાઇલેન્ડમાં એક ભાઇના બેડરૂમમાં ઘરઘરાટી બોલાવતા એરકન્ડિશનરે જબરો ઝાટકો આપ્યો. થોડાક દિવસથી એસી એટલું અવાજ કરતું હતું કે તેને ઊંઘ નહોતી આવતી. એક દિવસ તો ઘરઘરાટીની હદ થઇ ગઇ. તેણે એસીમાં શું ફોલ્ટ છ઼ે એ તપાસવા માટે જાતે જ એસી ખોલી નાખ્યું. જોકે અડધું મશીન ખોલતાં તો તેના હોશ ઊડી ગયા.

ટેબલ પરથી કૂદકો મારીને તે નીચે આવી ગયો અને સાપ એમાંથી સળવળીને બહાર આવવા લાગ્યા. લાકડી વડે તેણે સાપને ખેંચવાની કોશિશ કરી તો એક-બે નહીં પણ કુલ પાંચ સાપોનું ગૂંચળું બહાર આવ્યું હતું.

 સર્પમિત્રોને બોલાવીને આ સાપને ઠેકાણે પાડી દેવામાં આવ્યા, પરંતુ સવાલ એ ખડો થાય છે કે આટલે ઊંચે લગાવેલા એસીમાં સાપ પહોંચ્યા કેવી રીતે હશે.

(4:06 pm IST)