Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પરણ્યાની પહેલી જ રાતે અતરંગ પળો માણતા દુલ્હનનું થયું મોતઃ પતિ માટે જીંદગીભરનો વસવસો

લંડન, તા.૧૫: લગ્ન પછી વરવધુના જીવનમાં પહેલી રાત ખૂબજ મહત્ત્વની માનવામાં આવે છે. પરંતુ બ્રાઝિલમાં એક નવ પરણિત દંપતિ માટે જે થયું તે કદાચ જિંદગીમાં કયારેય વિચાર્યું પણ નહીં હોય. એક રિપોર્ટ મુજબ લગ્ન બાદ બંને જણા ખૂબ જ ખુશ હતા. પરંતુ વૈવાહિક જીવનની શરૂઆત થાય તે પહેલાજ તેમની દુનિયા ઉજડી ગઈ. પત્નીની મોતથી પતિને ખૂબજ ઊંડો આદ્યાત લાગ્યો છે. સુહાગ રાત દરમિયાન એવું તે શું બન્યું કે શોકમાંથી હજુ પણ પતિ બહાર આવી શકયો નથી.

બ્રાઝીલના ઈબિરાઈટ શહેરની આ દ્યટના છે. ૧૮ વર્ષીય છોકરીના ધામધૂમથી ૨૯ વર્ષીય છોકરા સાથે તેના દ્યરની નજીકના ફાર્મ હાઉસમાં લગ્ન થયા હતા. લગ્ન પછી કપલ દ્યણું ખુશ હતું પરંતુ આ ખુશીઓ લાંબો સમય ના ટકી. તેને નજર લાગી ગઈ. પોલિસ અનુસાર લગ્નની પહેલી રાતે શારીરિક સંબંધ દરમિયાન યુવતિની તબિયત અચાનક બગડી ગઈ. જયાં સુધી તેનો પતિ કંઈપણ સમજી શકે તે પહેલા તો તે જમીન પર પડી ગઈ. આ જોઈને પતિ ખૂબજ હેરાન થઈ ગયો. તેને તાત્કાલિક પડોશીઓને મદદ માટે ફોન કર્યા.

પત્નીને હોસ્પિટલ લઈ જવા માટે ટેકિસ લાવવા માટે કહ્યું. ટેકસીચાલકોએ આપત્કાલીન સેવાને ફોન કરવા જણાવ્યું. પતિએ ઈમર્જન્સીમાં ફોન કર્યો. જયારે પેરામેડિકલ સ્ટાફ તેના દ્યરે પહોંચ્યો તો મહિલાના શ્વાસ ચાલી રહ્યા હતા. પૈરામેડિકસ સ્ટાફે મહિલાને શ્વાસ લેવામાં સંદ્યર્ષ કરતી જોઈ અને ખ્યાલ આવી ગયો કે તેમને હાર્ટએટેક આવ્યો છે.

તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયું. પતિનો દાવો છે કે એમ્બ્યુલન્સ આવવામાં લગભગ ૧ કલાક થઈ ગયો હતો. આ કારણે તેની પત્નીનું મોત થયું હતું. પહેલી એમ્બ્યુલન્સ કેન્સલ થઈ ગઈ. અને બીજી ૨૧ મિનિટ પછી આવી હતી. મહિલાના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેને બ્રોકાઈટિસ નામની બીમારી હતી. પોલિસે કહ્યું કે દુલ્હનના શરીર પર કોઈ જાતની હિંસાના નિશાન જોવા મળ્યા નહોતા. પોલિસ તેના મોતને આકસ્મિક માને છે. પડોશીઓએ પણ કહ્યું કે મહિલાની ચીખ કે કોઈ અવાજ આવ્યો નથી. પતિનું કહેવું છે કે તેને યકિન જ નથી થતું કે પત્ની આ રીતે છોડીને જતી રહેશે.

(3:55 pm IST)