Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સિક્કિમમાં હિમ સ્ખલનથી બરફમાં દબાઈ ગયા બે સૈનિકો:કમકમાટીભર્યા મૃત્યુ

નવી દિલ્હી: ઉતરીય સિકકીમના લુગ્નાક લા પાસે હિમસ્ખલનના કારણે બે સૈનિકોના મોત નિપજયા હતા. 5000 ફુટની ઉંચાઈએ ઉતરીય સિકકીમના લુગ્નાક લા પાસે ઘટના ગુરુવારે બની હતી. મૃત્યુ પામેલામાં એક સૈનિક અને લેફટનન્ટ કોલોનિયલનો સમાવેશ થાય છે.

             આર્મીના પ્રવકતાએ જણાવ્યું હતું કે નોર્થ સિકકીમ ખાતે પેટ્રોલીંગ કમ સ્નો કલીયરન્સ પાર્ટી હિમ સ્ખલન હેઠળ આવી ગઈ હતી. બચાવના અનેક પ્રયાસો છતાં સ્થાનિક અધિકારી લેફટનન્ટ કોલોનિયન રોબર્ટ ટીએ અને સેપર સલાયા શન્મુઆનંદ રાવ બરફ હેઠળ દટાઈ જઈને મૃત્યુ પામ્યા હતા. જયારે ટીમના અન્ય સભ્યોનો બચાવ થયો હતો.

(7:06 pm IST)