Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ન્યુઝીલેન્ડમાં લોકડાઉન ખુલતા અડધી રાત્રે જ લોકોએ લીધી હેર સલૂનની મુલાકાત

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં ઉદાહરમ રૂપ બનેલા ન્યુઝીલન્ડમાં બુધવારે અડધી રાત્રે જેવી લોકડાઉનમાં ઢીલ અપાઈ, મોટી સંખ્યામાં લોકો હેરકટ કરાવવા માટે નીકળી પડ્યા હતાં. કેટલાય દિવસોથી વધી રહેલા વાળોની સાથે અત્યાર સુધી લોકો વિડીયો કોલ કરી રહ્યા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સલૂન ખૂલશે. એટલે કોનરેડ ફિટ્ જેરાલ્ડે પણ બુધવારે અડધી રાત્રે પોતાનું સલૂન ખોલી દીધું અને તેની પાસે સંખ્યાબંધ ફોન આવવા લાગ્યા. દેશ ધીરે ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધવા તૈયાર થઈ રહ્યો છે.

ન્યુઝીલેન્ડમાં અડધી રાત્ર પછીથી મોટાભાગની જગ્યાએ લોકડાઉનમાં ઢીલ આપી દેવાઈ. હવે, મોલ, રીટેલ સ્ટોર અને રેસ્ટોરન્ટ ખુલવા લાગ્યા છે અને લોકો કામ પર જવા લાગ્યા છેમોટાભાગની જગ્યાઓ પર ૧૦ લોકોથી વધુને મંજૂરી નથી. દેશમાં મંગળવારે અને બુધવારે એક પણ કેસ નતી નોંધાયો. કોરોના વાયરસની ઝપેટમાં આવેલા ૧૫૦૦માંથી ૧૪૦૦થી વધુ લોકો સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે કે ૨૧ લોકોના મોત થઈ ચૂક્યા છે.

(7:02 pm IST)