Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

4600 ફૂટની ઊંચાઈ પર બન્યો ચીનમાં કાચનો પુલ

નવી દિલ્હી: ચીનના હુનાન પ્રાંત સ્થિત જાંગજીઆજી ફોરેસ્ટ પાર્કમાં તિયાંનમન પર્વતની ઉંચાઈ પર અહીંયા 100 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક તૈયાર કરવામાં આવ્યો છે આ દિવસોમાં ત્યાં ખુબજ મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે આ 4600 ફૂટ ઊંચી ચટ્ટાન છે જ્યાંથી અન્ય પર્વતમાળા પણ દેખાઈ છે અને અહીંયાની ચટ્ટાન ત્રણે તરફથી ગોળાકારની છે.એટલા માટે ત્યાં ગ્લાસ સ્કાયવોક શરૂ કરવામાં આવ્યો છે અહીંયા સુધી પહોંચવા માટે ફ્રાસની કંપનીએ કેબલ કાર સેવા શરૂ કરી છે જે દુનિયામાં સૌથી ઉંચા પર્વતોથી સૌથી વધારે લંબાઈની છે 98 કેબલ કારથી લગભગ 7455 મીટરની દુરી નક્કી કરવામાં આવે છે.

(6:02 pm IST)