Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

લગ્ન પાર્ટીમાં સાડી સાથે પહેરો સ્ટાઈલીશ કંદોરો

કોઈ ફંકશન હોય કે લગ્ન, છોકરીઓને સૌથી પહેલા લગ્નમાં પહેરવાના ડ્રેસનું ટેન્શન હોય છે.  તે લગ્નના થોડા દિવસો પહેલા જ પોતાનો ડ્રેસ તૈયાર કરી લે છે, જેથી લગ્નમાં કોઈ તકલીફ ન પડે. છોકરીઓ કપડા ઉપરાંત સેન્ડલ, હેરસ્ટાઈલ, જ્વેલરી અને મેકઅપની સાથે મહેંદીનું પણ ખાસ ધ્યાન રાખે છે. માર્કેટમાં કેટલાય પ્રકારની લટકણ જ્વેલરી ખૂબ જોવા મળી રહી છે. તમે તમારા સુંદર ડ્રેસ સાથે આવા કમર લટકણ (કંદોરા) પહેરશો તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

આ સુંદર કંદોરા તમે લગ્ન માટે પહેરી શકો છો. સાડી સાથે આ કંદોરા પહેરવાથી ખૂબ જ સુંદર લાગે છે. પછી ભલે તે ગમે તે પ્રકારની સાડી હોય.

જો મોટા મોટા કંદોરા પહેરવામાં વજન લાગતો હોય, તો તમે નાના લટકણ વાળો કંદોરો પહેરી શકો છો. કારણ કે તે પહેરવામાં આરામદાયક હોય છે.

આ સ્ટાઈલીશ કંદોરા તમારા આઉટફીટ લુક આપશે ઉપરાંત સુંદર પણ દેખાડે છે.

 

(9:20 am IST)