Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

હોંગકોંગમાં પ૦ માળના ટાવરની ક્રેન પર ચડીને ટીનેજરે લીધો સેલ્ફ

ઓસ્ટ્રેલીયાનો જેમ્સ સાઇટ નામનો ટીનેજર ઉંચા ટાવરો પર ચડીને સેલ્ફી લેવા માટે જાણીતો છે. ગયા રવિવારે તે હોંગકોંગમાં પ૦ માળ ઉંચા ટાવર પડી ગયો હતો. એના પર મુકાયેલી ક્રેનની સીડી વાટે તે સૌથી ઉંચા પોઇન્ટ પર પહોંચ્યો હતો અને એ સમયે ધરતીથી ૧૦૦૦ ફૂટ ઉંચે હતો.  એમાં હોંગકોંગની સ્કાયલાઇન દેખાતી હતી. જે ક્રેન પર તે ચડયો હતો એને કાટ આવી ગયો હતો અને તે તુટી શકે તેમ હોવા છતાં આ ડેરડેવિલને પરાક્રમ કરવામાં એ રોકી શકી નહોતી.

(11:40 am IST)