Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકાના શિકાગોમાં એપાર્ટમેન્ટના પરિસરમાં ગોળીબારીની ઘટનાથી 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકાના શિકાગોમાં દક્ષિણ ભાગમાં એક એપાર્ટમેન્ટના પરિસરમાં ગોળીબાર કરાયો છે જેને પગલે છ લોકો ઘાયલ થઈ ગયા છે. શુક્રવારે રાતે બનેલી ગોળીબારની ઘટનામાં લોકો એપાર્ટમેન્ટમાં એકત્ર થઈ ગયા હતા. હુમલાખોરની હજી સુધી ધરપકડ થઈ શક નથી.

પોલીસે આપેલી માહિતી મુજબ શિકાગોના એક કોમ્પ્લેક્ષમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં છ લોકો ઘવાયા છે અને એક 14 વર્ષીય તરૂણી, 18 વર્ષનો યુવક તેમજ 23 વર્ષની યુવતીની સ્થિતિ ગંભીર જણાય છે. તરૂણીને તેની પીઠ પર ખભા તેમજ પીઠના નીચેના ભાગે અને પગમાં ઈજા થઈ છે. આ ઉપરાંત યુવતીને પાછળ, ખભે અને પેટમાં ઈજા પહોંચી છે. યુવકને પગના ભાગે વધુ ઈજા થઈ હોવાનું જણાયું છે.

(6:30 pm IST)