Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બોલો, આ બહેનને અચાનક જ પુરૂષોનો અવાજ સંભળાવો બંધ થઇ ગયો

બીજીગ, તા.૧૫: કોઇકને અચાનક જ બધું સંભળાવાનું બંધ થઇ જાય અથવા તો અચાનક વધારાના અવાજો સંભળાવા લાગે એવું આપણે સાંભળ્યું છે, પણ કોઇ બહેનને અચાનક જ પુરૂષોનો અવાજ ન સંભળાય તો? યસ, ચીનના શિયામેન ટાઉનમાં રહેતાં એક બહેનને અત્યંત રેર કહેવાય એવો હિયરિંગ ડિસઓર્ડર થયો છે. તેમને અચાનક જ લો ફીકવન્સીનો અવાજ સંભળાવો બંધ થઇ ગયો છે. મોટા ભાગે પુરૂષોનો અવાજ ઘેરો અને લો ફીકવન્સી ધરાવતો હોય છે. આ બહેનને એક રાતે સુતાં પહેલાં બહુ ઊબકા-ઊલટી જેવું લાગતું હતું. રાતે ઊંધમાં પણ તેને જાણે કાનમાં ઘંટડીઓ વાગતી હોય એવો ભાસ થયો હતો. જોકે તે ઊંધીને સવારે ઊઠી ત્યારે અજીબ બહેરાશ આવી ગઇ. તે બીજું ઘણુંબધું સાંભળી શકતી હતી, પણ તેનો બોયફ્રેન્ડ બોલી રહ્યો છે એ તેના કાને નહોતું પડતું. પોતે બોયફ્રેન્ડનો અવાજ સાંભળી નથી શકતીએ હકીકત જોઇને ચેન નામનાં આ બહેનનું ચેન હણાઇ ગયું શરૂઆતમાં તો તેના બોયફ્રેન્ડને પણ લાગ્યું કે કદાચ ચેન મજાક કરતી હશે, પણ જયારે તેને બીજા પુરૂષોના અવાજ પણ નહોતા સંભળાતા ત્યારે તે હોસ્પિટલમાં જવા તૈયાર થઇ ગઇ. કાન, નાક અને ગળાના નિષ્ણાત પાસે તેને લઇ જવાઇ. જોકે તે ડોકટર મહિલા હતી. તેની સાથે વાત કરવામાં તેને કંઇ વાંધો ન આવ્યો, પણ એ જ વખતે બીજો યંગ મેલ પેશન્ટ તેની કેબિનમાં આવ્યો તેનો અવાજ પણ ચેનને ન સંભળાયો. ડોકટરે તપાસ કરી તો અમુક હદથી લો ફ્રીકવન્સી ધરાવતો અવાજ તેને સંભળાવો બંધ થઇ ગયો હોવાનું નિદાન થયું. ડોકટરનું માનવું છે કે આવો વિચિત્ર હિયરિંગ-લોચ થવાનું કારણ કદાચ સ્ટ્રેસ છે. જો તે પૂરતી ઊંઘ લઇને રિલેકસ થશે તો કદાચ તેની આંશિક બહેરાશ સુધરી પણ જાય.(૨૨.૫)

(3:28 pm IST)