Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નવી ટેકનોલોજી : ૯૫ ટકા સફળતા

પુરૂષોએ માત્ર ૧ ઇન્જેકશન લેવાનું : ૧૩ વર્ષ સુધી ગર્ભ રોકી શકાશે

નવી દિલ્હી તા. ૧૫ : પરણિત પુરૂષોને હવે પોતાના પાર્ટનર સાથે સેકસ કરતી વખતે ગર્ભ રહી જશે તેવું ટેન્શન નહિ રહે.પુરૂષોને હવે સેકસ લાઈફ એન્જોય કરવા માટે નસબંધી કે પછી કોન્ડોમની ગરજ નહીં રહે. હવે તેમના માટે માત્ર એક જ ઇન્જેકશન કોન્ટ્રાસેપ્ટિવનું કામ કરશે. દેશના સાયન્ટિસ્ટએ પુરૂષો માટે મેલ કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભનિરોધક ઇન્જેકશન વિકસીત કર્યું છે. જેનું કિલનિકલ ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂકયું છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRની આગેવાનીમાં આ ટ્રાયલ પૂર્ણ કરીને તેનો રિપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે.

ભારતીય વૈજ્ઞાનિકોને મળેલી મહત્વની સફળતા અંગેઈંઈખછના સાયન્ટિસ્ટ ડોકટર આર.એસ શર્માએ કહ્યું કે આ રિવર્સિબલ ઇનબિશન ઓફ સ્પર્મ અંડર ગાઇડેન્સ (RISUG) છે. જે એક પ્રકારે ગર્ભનિરોધક ઇંજેકશનનું કામ કરે છે. અત્યાર સુધી પુરુષોમાં ગર્ભનિરોધક માટે સર્જરી એક જ ઉપાય હતો, પરંતુ હવે આ ટેકનોલોજીના કારણે સર્જરીની જરૂરિયાત નહીં પડે. હવે આ એક ઇન્જેકશન પુરુષો માટે ગર્ભનિરોધકનું કામ કરશે. ખાસ વાત તો એ છે કે આ ઇન્જેકશનનો સફળતા દર ૯૫%થી પણ ઉપર છે. એકવાર આ ઇન્જેકશન લીધા બાદ ૧૩ વર્ષ સુધી કામ કરે છે.

૯૯ ટકા ગર્ભ રોકવામાં અમને સફળતા મળી છે તેમ જણાવતાંડોકટર શર્માએ કહ્યું કે, ઇંજેકશન બાદ નેગેટિવ ચાર્જ થવા લાગે છે અને સ્પર્મ ટુટી જાય છે. જેનાથી ફર્ટિલાઇઝેશન નથી થતું. ડોકટરે કહ્યું કે, પહેલા ઉંદર, પછી સસલા અને ત્યારબાદ અન્ય પ્રાણીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ મનુષ્ય પર પણ તેની કિલનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. ૩૦૩ લોકો પર તેના કિલનિકલ ટ્રાયલનો ફેઝ વન અને ફેઝ ટૂ પૂરો થઈ ગયો છે. આ પ્રોસિઝરમાં ટોકિસસિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં જીનોટોકિસસિટી અને નેફ્રોટોકિસસિટી કિલયર છે. ૯૭.૩ ટકા દવા એકિટવ મળી છે અને ૯૯.૨ ટકા સુધી ગર્ભધારણ રોકવામાં સફળ થઈ છે.(૨૧.૬)

(9:59 am IST)