Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

અમેરિકામાં વેક્સીન લેવાની ના કહેતા હવાઈ દળના 24 જવાનોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં વેક્સિન લેવાનો ઇન્કાર કરનાર હવાઈ દળના 24 જવાનોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. અમેરિકામાં એક તરફ કોરોનાનો આતંક વધતો જાય છે અને સામાન્ય માણસો પણ વેક્સિન લેવાનો ઇન્કાર કરે છે પરંતુ અમેરિકા સરકારે સૈન્યમાં વેક્સિન ફરજીયાત બનાવી હતી પણ હવાઈ દળના જવાનોમાં 24 જવાનોએ આરોગ્ય, ધાર્મિક તેવા કારણો બતાવીને વેકિસન લેવાનો ઇન્કાર કરતાં તેઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમને આ એરફોર્સની નોકરીના કોઇ લાભ પણ મળશે નહીં અને તેમને પુન: ડ્યુટી પર લેવાની કોઇ વિચારણા થશે નહીં. આ તમામને તા. 2 નવેમ્બર સુધીમાં વેક્સિન લેવા જણાવ્યું હતું. અત્યાર સુધીમાં હવાઇ દળના 1000થી વધુ જવાનો કુલ 4700 અમેરિકન સૈનિકોએ વેક્સિન લેવાનો ઇન્કાર કર્યો છે અને તેમની સામે કાર્યવાહી શરુ થઇ હતી. આમ વેક્સિનના કારણે નોકરી ગુમાવી હોય તેઓ અમેરિકામાં પ્રથમ પ્રસંગ બન્યો છે.

(5:07 pm IST)