Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રશિયામાં આઇફોન ખરીદવા માટે ગ્રાહક બાથટબમાં રૂ.૧.૦૭,૨૦૦ના સિક્કા લઇને આવ્યો

 

એપલ કંપનીએ હાલમાં જ તેમનો સૌથી મોંઘો ફોન iPhone XS અને XS Max લોન્ચ કર્યો હતો. આ ફોનની કિંમત પણ લગભગ 1 લાખની આસપાસ છે. પણ હાલમાં જ એક કસ્ટમર આ ફોન ખરીદવા માટે iPhone વેચનાર એક દુકાનદારને ત્યાં પહોંચ્યો, પણ આ કસ્ટમરને જોઈને દુકાનદારની હાલત ખરાબ થઈ ગઈ.

વાત જાણે એમ છે કે રશિયામાં iPhoneનો એક દિવાનો પોતાના માટે iPhone XS ખરીદવા માટે દુકાનમાં સિક્કાથી ભરેલું એક બાથટબ લઈને પહોંચ્યો. આ વ્યક્તિ બાથટબમાં 1,00,000 રશિયન રૂબલ (લગભગ 1,07,200 રૂપિયા) લઈને દુકાનમાં iPhone XS (256 જીબી) ખરીદવા માટે પહોંચ્યો હતો.

પરંતુ, રસપ્રદ વાત એ છે કે લોકોએ જોયું કે આ વ્યક્તિ સિક્કાથી ભરેલું બાથટબ લઈને iPhone XS ખરીદવા માટે દુકાનમાં આવ્યો હતો પણ ત્યાં હાજર કોઈપણ વ્યક્તિએ તેને દુકાનમાંથી પરત મોકલ્યો નહીં પણ, દુકાનના ક્લર્ક સિક્કા ગણવા માટે બેસી ગયા. તે વ્યક્તિનું સિક્કાથી ભરેલું ટબ એટલું ભારે હતું કે તેને ઊંચુ કરવા માટે પણ ઘણાં લોકોની જરૂર પડી. અને ત્યાં હાજર લોકો આ ભારે બાથટબને દુકાનની અંદર લઈ ગયા.

(4:32 pm IST)