Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાત્રે સારી ઉંઘ મેળવવા માટે આટલુ કરો

એ વાત તો બધા લોકો જાણતા જ હોય છે કે સારી ઉંઘ એ સારા સ્‍વાસ્‍થ્‍યની નિશાની છે. જો તમે સારી ઉંઘ નથી લેતા તો તમારી તંદુરસ્‍તી જળવાઈ રહેતી નથી.

શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા  સ્‍નાન કરવાથી ઉંઘ સારી આવે છે. તેનાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે. ન્‍હાવાના પાણીમાં સુગંધીત તેલના અમુક ટીપા નાખો.

રાત્રે સ્‍નાન કરીને સૂવાથી તમારા મનને શાંતિ મળે છે અને ઉંઘ સારી આવે છે. જ્‍યારે તમે સવારે ઉઠશો ત્‍યારે એકદમ ફ્રેશ ફીલ કરશો.

રાત્રે સ્‍નાન કરીને સૂવાથી શરીર હળવુ થઈ જાય છે. તેનાથી તમારા શરીરને આરામ મળે છે.

તેનાથી ત્‍વચા સંબંધી રોગોથી છૂટકારો મળે છે અને ત્‍વચામાં પણ નિખાર આવે છે.

(12:16 pm IST)