Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

આવી રીતે મેળવો લાંબી પાંપણ

તમારા ચહેરાનો સૌથી સુંદર ભાગ હોય છે આંખો અને આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે ઘાટી અને લાંબી પાંપણ. સુંદર પાંપણ બધાને સરળતાથી આકર્ષિત કરે છે.

પરંતુ, કેટલાક લોકોની પાંપણ ખૂબ જ પાતળી હોય છે. જેનાથી આંખમાં કંઈક ખાલીપણું જોવા મળે છે. તમે અમુક ઘરેલુ ઉપાય દ્વારા તમારી પાંપણને લાંબી અને ઘાટી બનાવી શકો છો.

* ઓલીવ ઓઈલ લગાવવાથી પાંપણ ઘાટી બને છે અને ઝડપથી વધે છે. સુંદર અને ઘાટી પાંપણ માટે આ સૌથી સારો નુસ્‍ખો છે.

* દરરોજ ત્રણ વાર પાંપણમાં ઉપરની તરફ નાનુ બ્રશ ફેરવો. તેનાથી તેમાં રક્‍તનો સંચાર ખૂબ જ સારી રીતે થશે અને તેમાં રહેલ ગંદકી પણ નીકળી જશે.

* પેટ્રોલીયમ જેલી જેવા વેસેલીનને પણ તમારી પાંપણ પર લગાવવાથી તે ખૂબ જ ઝડપથી વધવા લાગશે. આ ઘરેલુ ઉપાયની મદદથી તમારી પાંપણ જાડી અને મજબુત પણ થઈ જશે.

* તમારે દર ત્રણ મહિને તમારી પાંપણને ટ્રીમ કરવી જોઈએ. પરંતુ, તેના માત્ર એક નાનકડા ભાગને જ ટ્રીમ કરવું. પાંપણને ટ્રીમ કરવાથી તે ખૂબ જ ઝડપથી વધવા લાગશે.

* જૈતુનનું તેલ પાંપણને વિકસીત કરવા માટેનો લાંબા સમયથી ચાલી આવતો ઉપાય છે. સૂતા પહેલા તમારી પાંપણની આસપાસ એક રૂની મદદથી જૈતુનનું તેલ લગાવો. આખી રાત જૈતુનના તેલમાં રહેલ જરૂરી વિટામીન પાંપણમાં સંપૂર્ણ રીતે સમાઈ જશે.

(12:16 pm IST)