Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

યુરોપના પ્રવેશદ્વાર એવા તુર્કીમાં 14 વર્ષથી નીચેના બાળકોને બપોરે 11થી3 વચ્ચે રમવા જવાની છૂટ મળી

નવી દિલ્હી: યુરોપનું પ્રવેશદ્વાર ગણાતુ તુર્કી પણ કોરોનામાં ફસાયુ છે. અહી એક માસથી લોકડાઉનની સ્થિતિ છે પણ તે વચ્ચે બાળકોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે અને તેથી સરકારે એક માસના સમય બાદ હવે પ્રથમ વખત 14 વર્ષથી નીચેના બાળકોને બપોરે 11થી3 સુધી પાર્કમાં રમવા કે પ્લેગ્રાઉન્ડમાં જવાની છૂટ આપી છે.

તુર્કીએ ઉમર આધારીત લોકડાઉનનો અમલ કર્યો છે. અગાઉ 65 વર્ષથી ઉપરના અને 20 વર્ષથી નીચેના લોકોને બહાર નીકળવાની મનાઈ હતી.

(6:37 pm IST)