Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કોરોનાના કારણોસર લાગેલ લોકડાઉનમાં સર્જાયો વિશ્વમાં મંદીનો માહોલ:દેશોના અર્થતંત્રને લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે ઘણા દેશોના અર્થતંત્રને જોરદાર ફટકો લાગ્યો છે. ત્યારે લોકડાઉનના કારણે કાચા તેલની કિંમતોમાં પણ કડાકો આવ્યો છે. એવામાં માત્ર ક્રુડ ઓઈલ પર જ નિર્ભર અર્થવ્યસ્થા ધરાવતાં દેશોની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. જેમાં સાઉદી અરબના અર્થતંત્રમાં પણ ગાબડા પડી રહ્યા છે. સાઉદી અરબની હાલત એટલી ખરાબ છે કે હાલમાં વેલ્યુ એડેડ ટેક્સ 5% થી વધારીને 15 % કરી દેવામાં આવેલ છે. આટલું જ નહીં કર્મચારીઓને મળતા અનેક પ્રકારના ભથ્થા ખતમ કરી દેવામાં આવ્યા છે.

લોકડાઉનના કારણે વિશ્વભરમાં પેટ્રોલ ડિઝલની માંગમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. માંગમાં કડાકાના કારણે કાચા તેલની કિંમત ગયા વર્ષ કરતા અડધી થઇ ગઈ છે. સાઉદી અરબના રાજસ્વમાં 22%નો ઘટાડો નોંધાયો છે. પ્રથમ ત્રિમાસિકમાં સાઉદી અરબની સરકારી કંપની અરામકોના નફામાં 25 ટકાનો કડાકો થયો. અર્થતંત્રની હાલાત તે સ્તરે છે કે સાઉદી અરેબિયાએ પોતાના મોટા પ્રોજેક્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે.

(6:34 pm IST)